Placeholder canvas

વાંકાનેર બસ સ્ટેન્ડમાંથી બાઇક ચોરાયું…

વાંકાનેર : વાંકાનેર એસ.ટી બસ સ્ટેન્ડની અંદર પાર્ક કરેલા બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અજયભાઇ ત્રિભુવનભાઇ વોરા (ઉવ-૨૫ ધંધો-અભ્યાસ રહે.રાતીદેવડી ગામ શેરીનં-૧ વાંકીયા રોડ તા-વાંકાનેર) એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-૨૨/૦૨/૨૦૨૧ રોજ સવારના સમયે વાંકાનેર એસ.ટી બસ સ્ટેન્ડની અંદર ખુલ્લી પાર્કીગની જગ્યામા તેમણે પોતાના મોટર સાયકલ હીરોહોન્ડા કંપની સ્પ્લેન્ડર નં-જીજે-૦૩-ઇ.એફ-૩૪૩૩ વાળું બાઈક પાર્ક કર્યું હતું. જે કોઇ અજાણ્યો ચોર ઇસમ મોટર સાયકલ ચોરી કરીને લઇ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધીને વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો