Placeholder canvas

વાંકાનેર: પીપરડીમાં જોરદાર પવન સાથે પોણો ઇંચ વરસાદ ખાબક્યો

વાંકાનેર: આજે સાંજે વાંકાનેર તાલુકાના પીપરડી ગામે જોરદાર પવન સાથે પોણા થી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આજે સાંજના વરસાદી વાતાવરણ વગર અચાનક જોરદાર પવન ફૂંકાયો હતો અને પીપરડી અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ સાથે ભારે પવનના કારણે કેટલાક વૃક્ષો પડી ગયા હતા તો કેટલાક વૃક્ષોની ડાળીઓ ભાંગી ગઈ હતી.

આ વરસાદ પીપરડી અને ખખાણા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે એમાં પણ ખાસ કરીને પીપરડી ગામ અને તેની આસપાસના વિસ્તારમાં વધુ વરસાદ હતો લગભગ અડધો કલાકમાં પોણાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેથી ઠેરઠેર પાણી ભરાયા હતા. આ વરસાદથી ખેડૂતોનો પશુઓ માટે ચારો તેમજ ડુંગળી લસણ જીરુ જાર, વગેરે પાકો પલળી ગયા હતા. જેથી ખેડૂતોને મોટી નુકસાની થશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો