Placeholder canvas

રાજકોટ : માધાપર ઓવરબ્રિજ પાસે કાર-એક્ટિવા વચ્ચે અકસ્માત, દંપતીનું કરૂણ મોત

ગુરૂવારની મોડી રાત્રે માધાપર ઓવરબ્રીજ (Madhapar Chowkdi) નજીક અકસ્માત ની ઘટના સામે આવી છે. જે અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું છે. જ્યારે કે તેમના પુત્ર ને ગંભીર ઇજા પહોંચતા તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

મળેલ માહિતી પ્રમાણે ગુરૂવારના રોજ મોડી રાત્રે સુંદરમ સિટી પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં દિલીપભાઈ પોપટભાઈ વાળા તેમજ પત્ની હંસાબેન દિલીપભાઈ વાળા નું મોત નિપજ્યું છે. જ્યારે કે તેની સાથે રહેલા બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો સાથે જ ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી કરી બંને મૃતકની લાશને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. 

અત્રે ઉલેખનિય છે કે અગાઉ પણ રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનમાં હૉસ્પિટલમાં કામ કરતી મહિલાનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત પહેલાં બીએમડબલ્યુ કારના અકસ્માતની ઘટના સામે આવી હતી.  

આ અકસ્માતમાં મારૂતિની કારના બોનેટના ભાગનો કચ્ચરઘણા નીકળી ગયો હતો જ્યારે એક્ટિવા સવાર દંપિતને ગંભીર ઇજાઓ થતા તેમનું કરૂણ મોત થયું હતું. આમ શહેરની હદમાં એક જ સપ્તાહમાં અકસ્માતોના કારણે પાંચ જિંદગીઓ હોમાઈ ગઈ છે.

આ સમાચારને શેર કરો