Placeholder canvas

મોરબી જિલ્લામાં કોરોની સદી: આજના મોરબીમાં 8, વાંકાનેરમાં 1 અને જિલ્લામાં 9 પોઝિટિવ કેસ

મોરબી જિલ્લામાં ટોટલ કેસનો આંકડો થયો 102

મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે સાંજે 6 વાગ્યા બાદ વધુ છ કોરોના કેસ આવતા કોરોનાના કુલ કેસની સંખ્યા 100 પાર કરી ગઈ છે. આજે શનિવારે કુલ 9 કેસની સાથે જિલ્લાનો ટોટલ કેસનો આંકડો 102 પર પહોચી ગયો છે.

શનિવારે બપોરે 3 કેસ આવ્યા બાદ સાંજે 6 વાગ્યે મોરબી શહેરમાં વધુ 5 અને વાંકાનેરમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે અંગે મળેલી માહિતી મુજબ ગઈકાલે જામનગરની લેબમાં મોકલાયા સેમ્પલમાંથી મોરબીના માધાપરમાં રહેતા 65 વર્ષના મહિલા, મોરબીની નાની બજારમાં રહેતા 30 વર્ષના યુવાન, મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા 68 વર્ષના વૃદ્ધ , મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે રહેતા 60 વર્ષના મહિલસ અને મોરબીના વાવડી રોડ પર આવેલી ઉમિયા સોસાયટીમાં રવાહતા 36 વર્ષના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે વાંકાનેરની અપાસરા શેરીમાં રહેતા 71 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ છ કેસ સાથે આજે શનિવારના કુલ કેસ 9 થયા છે. તેમજ આજે મોરબી જિલ્લામાં કોરોનાએ સદી પુરી કરી છે અને કોરોના કેસનો કુલ આંકડો 102 થઈ ગયો છે.

આ સમાચારને શેર કરો