Placeholder canvas

ત્રણ દાયકાની સેવાના ભાથા સાથે વાંકાનેર નગરપાલિકાની વોર્ડ નં.4ની ચૂંટણી લડતાં ઝાકીર બ્લોચ

વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં બસપાના ઉમેદવારો જાકીરભાઇ બ્લોચના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છે, જાકીરભાઇ બ્લોચ આ પૂર્વે પણ આ જ વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા હતા. આ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અપાવવાના પૂરતા પ્રયત્નો કરેલ છે, તેમજ આ વોર્ડમાં વધુ સુવિધા અને વિકાસના કામો માટે બહુમતી મતદારો જાકીરભાઇ બ્લોચ અને તેમના સાથી સભ્યોને પસંદ કરી રહ્યા છે.

જાકીરભાઇ બ્લોચ આ વિસ્તારમાં તેમના પરિવારની ત્રણ દાયકાના સેવાના ભાથા સાથે ચૂંટણી લડી રહ્યા છે. જાકીરભાઇ આગલી ટર્મમાં આ વોર્ડમાંથી ચૂંટાયા હતા, તે પૂર્વે તેમના પિતરાઈ ભાઈ ઈરફાન બ્લોચ આ વોર્ડમાંથી ચૂંટાયા હતા અને તેમની પૂર્વે જાકીરભાઇના પિતા મર્હુમ મોહસીનભાઈ બ્લોચ આ બોર્ડમાં 20 વર્ષથી વધુ સમય માટે સતત ચૂંટાતા રહ્યા હતા. આમ આ વોર્ડમાં છેલ્લા ત્રણ દાયકાથી બ્લોચ પરિવારની સેવાના કારણે તેઓને લોકો સતત ચૂંટતા આવ્યા છે.

આ વિસ્તારના લોકો હંમેશા બ્લોચ પરિવાર સાથે રહે છે, એ ઇતિહાસ છે, આ વખતે પણ જાકીરભાઇ બ્લોચ અને તેમના સાથી સભ્યોને આ વિસ્તારના મતદારો ચૂંટવા માટે આતુર છે. આ વિસ્તારમાંથી ફરી પાછો હાથી ચૂંટાઈને નગરપાલિકાએ પહોંચ છે અને હાથી જેમ મજબૂત કામો આ વિસ્તારમાં થશે એવું મતદારો ઇચ્છી રહ્યા છે. બાકી તો મતદાર જ રાજા

આ સમાચારને શેર કરો